VIDEO: યુવાનો અને નાગરિકોને નશાના દૂષણ સામે જાગૃત કરવાનો જનજાગૃતિ અભિયાન
સોર્સ : gstv
2 ઓક્ટોબરે ગાંધી જયંતિના નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નશાના દૂષણ સામે 'નશામુક્ત સમાજ, સ્વસ્થ સમાજ'ના સંદેશ સાથે એક ખાસ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને નાગરિકોને ડ્રગ્સ તથા નશીલા પદાર્થોના ગંભીર પરિણામો પ્રત્યે જાગૃત કરવાનો છે."ચાલો સાથે ચાલીએ, નશા સામે અવાજ ઉઠાવીએ"ના સંકલ્પ સાથે પોલીસ પ્રશાસન નાગરિકોને આ જનજાગૃતિ અભિયાનમાં જોડાવા અને અમદાવાદને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરે છે.

