Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : The body of a middle-aged laborer was found in Vatrak river at Nanawada village of Malpur in Aravalli district.

VIDEO: અરવલ્લી જિલ્લાના માલપુરના નાનાવાડા ગામે વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મળ્યો મૃતદેહ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામેથી પસાર થતી વાત્રક નદીમાંથી એક શ્રમિક આધેડનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ મૃતક રાજસ્થાનથી મજૂરી કામ અર્થે અહીં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ દુર્ઘટના અંગે જાણ થતાં જ માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આધેડનું મોત ડૂબી જવાથી થયું છે કે પછી અન્ય કોઈ કારણસર, તે દિશામાં પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરીને સઘન તપાસ શરૂ કરી છે.

App Store