VIDEO: અરવલ્લીના મોડાસા અને શામળાજીની વિવિધ છાત્રાલયોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ
સોર્સ : gstv
અરવલ્લીના શામળાજી અને મોડાસા ખાતે આવેલી વિવિધ શૈક્ષણિક છાત્રાલયોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતુ... વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા ચકાસવા માટે તંત્ર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ, સંસ્કાર કુમાર છાત્રાલય અને મોડાસાની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સીલન્સમાં વિઝિટ કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન રસોડામાંથી કાચો સામાન તેમજ તૈયાર કરેલા ખોરાકના કુલ પાંચ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે..

