VIDEO: મોડાસા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ: રસ્તાઓ પાણી-પાણી, વાતાવરણમાં પ્રસરી ઠંડક
સોર્સ : gstv
અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. મોડાસા શહેર સહિત આણંદપુરા અને ખાલીકપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અડધા કલાકથી વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેમ પાણી ફરી વળ્યાં છે. વરસાદી માહોલને પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

