Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Aravalli news: Crocodile spotted in Govindpur lake

Aravalli news: ગોવિંદપુર તળાવમાં મગર દેખાતા ફફડાટ, પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Aravalli news: ગોવિંદપુર તળાવમાં મગર દેખાતા ફફડાટ, પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ
સોર્સ : GSTV

રાજ્યના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, અરવલ્લીના માલપુરના ગોવિંદપુર તળાવમાં મગર દેખાતા ફફડાટ મચ્યો છે. તળાવમાં ત્રણથી ચાર ફૂટનો મગર હોવાની શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવમાં છેલ્લા ઘણા સમયથી મગરનો વસવાટ થયો છે.

App Store

પશુપાલકો અને ગ્રામજનોમાં ડરનો માહોલ 

મગરોની હાજરીને પગલે તળાવ કાંઠે જતા પશુપાલકો અને ગ્રામજનોમાં ડરનો માહોલ છવાયો છે. તો બીજી તરફ આ મામલે ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી છે. વન વિભાગને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે મગરનું રેસ્ક્યું કરવામાં આવે.