VIDEO: આણંદના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત.
સોર્સ : gstv
આણંદ નજીક ઉમેટા ખાતે આવેલા કામધેનું રિસોર્ટમાં શનિ-રવિની રજા માણવા આવેલા વડોદરાના તાદલજા વિસ્તારના એક જ પરિવાર પર આભ ફાટ્યું છે, જ્યાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પરિવારના બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યાં છે. આ હૃદયદ્રાવક ઘટનામાં બંને બાળકોને તેમના માતા-પિતાએ જ સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢ્યા હતા અને 112 જનરક્ષકની મદદથી તાત્કાલિક આણંદના આંકલાવ રેફરલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. એકસાથે બે માસૂમ સંતાનોના અચાનક મોતથી સમગ્ર પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.

