Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Mysterious fire in Vasad Manor Tekra: 6 vehicles burnt together!

VIDEO: વાસદના મનોર ટેકરામાં રહસ્યમય આગ: એકસાથે ૬ વાહનો સળગીને ખાખ!

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ જિલ્લાના વાસદમાં આવેલા મનોર ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે એકસાથે છ વાહનોમાં રહસ્યમય રીતે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. આ હોનારતમાં સ્થાનિક રહીશ રમેશભાઈ પટેલના બે એક્ટિવા અને એક બાઇક, ચંદ્રકાંતભાઈ પટેલના બે એક્ટિવા તથા દિલીપભાઈનું એક એક્ટિવા મળીને કુલ ૫ એક્ટિવા અને ૧ બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયાં છે. એકસાથે છ વાહનો આગમાં સ્વાહા થઈ જતાં વાહન માલિકોને લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાસદ વિસ્તારમાં વાહનો સળગવાની આ બીજી ઘટના હોવાથી આગ અકસ્માતે લાગી છે કે કોઈ અજાણ્યા શખ્સે કાવતરું ઘડીને લગાડી છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. બનાવની જાણ થતાં જ વાસદ પોલીસે સ્થળ પર પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરીને આગ પાછળનું ચોક્કસ કારણ શોધવા કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News