VIDEO: આંકલાવના ગંભીરા પાસે મહી નદીમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, બે નાવડીઓ જપ્ત
સોર્સ : gstv
આણંદના આંકલાવના ગંભીરા પાસે મહી નદીમાં ગેરકાયદે રેતી ખનન કરતા બે શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે. મામલતદાર અને ખાણ-ખનિજ વિભાગે સંયુક્ત દરોડો પાડી બે નાવડીઓ સહિત અંદાજે રૂ.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રફુલ પઢિયાર અને ભાવેશ ઓડ સામે ગેરકાયદે રેતી ખનન મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. લાંબા સમયથી બેરોકટોક ચાલતા ખનન સામે તંત્રની આ કાર્યવાહીથી ખનન માફિયામાં ફફડાટ ફેલાયો છે. જોકે, અગાઉ ચાર વખત કાર્યવાહી છતાં ગેરકાયદે ખનન ફરી શરૂ થતું હોવાના સવાલો ઉઠ્યા છે. પ્રકૃતિપ્રેમીઓએ મહી નદીના રક્ષણ માટે કાયમી અને અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.

