VIDEO: આણંદ એક્સપ્રેસ હાઈવે અકસ્માતમાં ફરાર બસ ચાલક ઝડપાયો
સોર્સ : gstv
આણંદ-નડિયાદ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે પોલીસે ફરાર બસ ચાલકને ઝડપી પાડ્યો છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ખાનગી બસનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આણંદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી ફરાર ચાલક રાજુસિંહ નવલસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી.

