Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Anand news: Slab collapses during bridge construction in Khambhat

Anand news: ખંભાતમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ ધરાશાયી, બે શ્રમિક દટાયા, એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતના આણંદના ખંભાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે  ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટ્યો પડ્યો છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે એક શ્રમિકને બચાવી લેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. 

App Store

ખંભાતમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ ધરાશાયી

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના ખંભાત નજીક હાથિયા ખાડ વિસ્તારમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઇ છે. સ્લેબ તૂટી પડવાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સ્લેબ તૂટી પડતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિકને બચાવી લેવાયો છે. અકસ્માતના પગલે સ્થાનિક તંત્રના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 

 મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

પ્રાથમિક તબક્કે આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. સ્લેબના કાટમાળની નીચે દટાયેલા શ્રમિકને રેસ્ક્યૂ કરી બચાવી સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે મૃતક શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.