VIDEO: અમરેલીના ચીતલ ગામે વંદે ભારત ટ્રેનને સ્ટોપ મળતા વધામણા, તો લાઠીમાં લોકોમાં ભારે નારાજગી
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના ચીતલ ગામને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા વધામણાંનું આયોજન કરવામાં આવ્યું છે. ચીતલને સ્ટોપ મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ લાઠી શહેરને વંદે ભારતનો સ્ટોપ ન મળતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લાઠીના લોકોનો સવાલ છે કે લાઠી જેવા મહત્વના શહેરને સ્ટોપ કેમ આપવામાં આવ્યો નહીં? આ મુદ્દે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. અમરેલીના સાંસદ ભરત સુતરીયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને ધારાસભ્ય જનક તળાવિયા લાઠી વિસ્તાર સાથે જોડાયેલા હોવા છતાં સ્ટોપ ન મળતા લોકોમાં રોષ છે. બીજી તરફ લાઠીના ભાજપના આગેવાનો ચાલતી ટ્રેનને ફૂલડે વધાવવા માટે ઉત્સાહિત છે. ત્યારે સ્થાનિકોમાં આ વિરોધાભાસ ચર્ચાનો વિષય બન્યો છે.

