VIDEO:અમરેલીમાં અસહ્ય ગરમી વચ્ચે અમરેલી, સાવરકુંડલા, ધારી અને ખાંભા પંથકમાં વરસાદ શરૂ
સોર્સ : GSTV
અમરેલી પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. અમરેલી શહેરમાં ઝરમર ઝરમર વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.આ ઉપરાંત સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામ, ખાંભાના ઘૂઘવાણા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ નોંધાયો છે. ધારીના ખીસરી ગામે હળવું વરસાદી ઝાપટું પડ્યું છે. સવારે જાફરાબાદમાં વરસાદ પડ્યા બાદ હવે અમરેલી, સાવરકુંડલા, ધારી અને ખાંભા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

