Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO/ Amreli: Two innocent children drown while bathing in the river in Rajula

VIDEO/ અમરેલી: રાજુલામાં નદીમાં નાહવા ગયેલા બે માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજુલા તાલુકાના ખાખબાઈ ધાતરવડી વિસ્તારમાં દુખદ ઘટના સામે આવી છે, જ્યાં નદીમાં નાહવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. 42 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી વચ્ચે બંને બાળકો નદીના પ્રવાહમાં નાહવા ઉતર્યા હતા. મૃતકોની ઓળખ ગાંડુ લાલાભાઈ પરમાર અને દક્ષ રાજેશભાઈ ડોડીયા તરીકે થઈ છે. ગામના સરપંચ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. તરવૈયાઓની ટીમ અને સ્થાનિક યુવાનોની મદદથી બંને બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહોને રાજુલા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા.

App Store
ટોપિક્સ:AMRELIRAJULA