VIDEO : અમરેલીમાં સિંહોની હાલત શ્વાન જેવી? ક્રૂરતાપૂર્વક કાર દોડાવી પજવણી કરતા તત્ત્વો સામે વનપ્રેમીઓમાં રોષ
સોર્સ : gstv
અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની હાલત શ્વાન કરતાં પણ બદતર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર સિંહની પજવણીનો એક અત્યંત શરમજનક વીડિયો વાયરલ થતા વન પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક શખ્સો સિંહની પાછળ ક્રૂરતાપૂર્વક કાર દોડાવી રહ્યા છે. આ ઘટના રેવન્યુ વિસ્તારની હોવાનું અનુમાન છે.
વન વિભાગને ખુલ્લી ચેલેન્જ આપતા આ પજવણીખોરો સામે ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતા આવા અનેક વીડિયો અગાઉ પણ વાયરલ થયા છે. વન વિભાગ હવે આ મામલે કડક કાર્યવાહી કરી પજવણીખોરોને જેલના સળિયા પાછળ ધકેલશે કે કેમ તે જોવું રહ્યું.

