VIDEO: અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે. ધોધમાર એક ઇંચ જેટલા વરસાદના આગમનથી વડિયા શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા, જેનાથી વાહનવ્યવહાર પર પણ થોડી અસર જોવા મળી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

