Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : rain in rural areas of savarkundla and rajula

VIDEO: રાજુલા-સાવકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા પંથકમાં બપોર બાદ મેઘરાજાએ મહેરબાન થઈને જમાવટ કરી છે. સાવરકુંડલાના શેલના પાર્ટી, મોટા ભમોદરા, મેકડા અને બોરાળા સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો છે. આ વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા મુરઝાતા પાકને સીધો ફાયદો થશે અને નવજીવન મળશે. ખાંભા ગીર બાદ સાવરકુંડલા અને હવે રાજુલા તાલુકાના મોટા આગરીયા, વાવેરા, ગોવિંદડી, ભાક્ષી તેમજ ધારેશ્વર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. જિલ્લાભરમાં ફરી એકવાર સારો વરસાદ શરૂ થવાથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.

App Store
ટોપિક્સ:savarkundlarajularain