Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Rain, fields waterlogged in rural areas of Lathi taluka

VIDEO: લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ખેતરો પાણીથી તરબોળ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના લાઠી તાલુકાના છેવાડાના ગામોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદથી ભારે હરખની હેલી જોવા મળી છે. લાઠી તાલુકાના ઘામેલ, મેમદા, કાચરડી, નવાગામ અને આંબરડી સહિતના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાર્વત્રિક વરસાદના કારણે પંથકના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ મેઘમહેરથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા મોલ-પાકને મોટો જીવનદાનરૂપી ફાયદો થશે. લાંબા વિરામ બાદ યોગ્ય સમયે વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો છે.

App Store