VIDEO: અનિયમિત વીજ પુરવઠાથી પરેશાન ખેડૂતોની રજૂઆત, બે દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
સોર્સ : gstv
અમરેલીના સાવરકુંડલા તાલુકાના 6થી 7 ગામના ખેડૂતો ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને PGVCL કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, લોડ સેટિંગ અને ફોલ્ટના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. થોરડી ફીડર હેઠળ અંદાજે 560 જેટલા ગ્રાહકોને પૂરતો અને નિયમિત વીજ પુરવઠો મળતો ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને પિયતના સમયે વીજળી ન મળતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી હોવાનો આક્ષેપ છે. આ મામલે ખેડૂતો દ્વારા PGVCL તંત્ર સમક્ષ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. આગામી બે દિવસમાં વીજ પુરવઠો નિયમિત નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

