Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Parents angered by principal's misbehavior locked the school

Amreli: આચાર્યના ખરાબ વર્તનથી રોષે ભરાયેલા વાલીઓએ શાળાને કરી તાળાબંધી

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Amreli: આચાર્યના ખરાબ વર્તનથી રોષે ભરાયેલા વાલીઓએ શાળાને કરી તાળાબંધી
સોર્સ : GSTV

અમરેલી જિલ્લાના ખાંભા ગીર વિસ્તારમાં આવેલી બોરાળા પ્રાથમિક શાળામાં આજે ભારે હોબાળો મચી ગયો હતો. શાળાના આચાર્યના ખરાબ વર્તન સામે વાલીઓ અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, જેના પગલે વાલીઓએ શાળાને તાળબંધી કરી દીધી હતી.

App Store

ધોરણ 1 થી 4ની પ્રાથમિક શાળાના આચાર્ય સરોજબેન ગોધાણીએ વાલીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું, જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા. જે બાદ જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદ ચાવડા અને ખાંભા તાલુકાના ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ દ્વારા સ્થાનિકોને સમજાવ્યા હતા. 15 મિનિટની સમજાવટ બાદ આચાર્ય સરોજબેન ગોદાણીને હનુમાનપુર કામગીરીમાં મુકાયા હતા અને બાદમાં બેતામુજબ શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું.