VIDEO: ૬ કરોડના ખર્ચે બનેલા જીરા રેલ્વે પ્લેટફોર્મની નબળી કામગીરી જોઈ સાંસદ લાલઘૂમ
સોર્સ : gstv
અમરેલીના સાવરકુંડલા સ્થિત જીરા રેલ્વે સ્ટેશન પર ૬ કરોડના ખર્ચે બનેલા નવા પ્લેટફોર્મની કામગીરીમાં લોલમલોલ સામે આવતાં હોબાળો મચ્યો છે. પૂર્વ ભાજપ મહામંત્રી રામદેવસિંહ ગોહિલની લેખિત રજૂઆત બાદ અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ જાતે સ્થળ પર પહોંચી ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. તપાસમાં પ્લેટફોર્મનું કામ તદ્દન નબળી ગુણવત્તાનું હોવાનું નજરે પડતા સાંસદ લાલઘૂમ થયા હતા.તેમણે પ્રજાના પૈસાનો વેડફાટ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા અને નબળું કામ તોડીને નવેસરથી બનાવવાની રેલવે અધિકારીઓને કડક સૂચના આપી છે. સાથે જ બેદરકાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપ્યા છે.

