VIDEO: અમરેલીના લીલીયા પંથકમાં મેઘરાજાની બેફામ બેટિંગ: ભોરીંગડા ગામની શેરીઓમાં નદીની જેમ વહ્યા પાણીના પ્રવાહ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના રાજુલા, લાઠી અને સાવરકુંડલા બાદ હવે લીલીયા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી, જ્યાં ધોધમાર વરસાદથી ચારેય બાજુ પાણી પાણીની સ્થિતિ ઉત્પન થઈ....લીલીયાના ભોરીંગડા, ક્રાંકચ અને એકલારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી... ખાસ કરીને ભોરીંગડા ગામમાં ભારે વરસાદના કારણે શેરીઓમાં પાણી નદીની જેમ વહેવા લાગ્યા હતા અને પાણીના ધોધ જેવા દૃશ્યો સામે આવ્યા હતા. લાંબા વિરામ બાદ પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને નવુંજીવન મળતા તેમનામાં હરખની હેલી છવાઈ ગઈ છે.

