VIDEO: લાઠીમાં હનીટ્રેપ કેસ: ચાર આરોપી ઝડપાયા
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં હનીટ્રેપ રચી અઢી લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં લાઠી પોલીસે સુરતના ત્રણ શખ્સો અને એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહિલાએ બાઇક પર લિફ્ટ માંગવાના બહાને યુવકને સરોવર કાંઠે બોલાવ્યો હતો, જ્યાં પ્રી-પ્લાન મુજબ અન્ય શખ્સોએ આવી અપહરણ કરી માર માર્યો હતો અને ઓનલાઈન રૂપિયા પડાવ્યા હતા. પોલીસે આ મામલે ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓનું ઘટનાસ્થળે જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, અને વધુ તપાસ હાથ ધરી છે.

