VIDEO: ખાંભા એપીએમસી ચૂંટણી: ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૯૪ ટકા મતદાન સંપન્ન, આવતીકાલે મતગણતરી થશે
સોર્સ : gstv
અમરેલીના ખાંભા એપીએમસીની ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું થયું છે. આ ચૂંટણીમાં કુલ ૫૬૭ મતદારોમાંથી ૫૨૭ મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે ઉત્સાહજનક ૯૪ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે...મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે તમામ ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો કરતી મતગણતરી આવતી સવારે હાથ ધરવામાં આવશે. ચૂંટણીના આ પરિણામોને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

