VIDEO: જાફરાબાદમાં જળબંબાકાર, સાંબેલાધાર વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયા
સોર્સ : gstv
શ્રાવણમાં વરસી રહેલા અનરાધાર મેઘે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું છે. એમાંય અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. જાફરાબાદ ભારે વરસાદને લીધે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. વિવેકાનંદ સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લુણસાપુર સહિતના ગામોમાં નદીઓની જેમ પાણી વહેતાં થયાં છે, જેના કારણે ખેતરો અને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદથી ખેડૂતોને મગફળી અને ડુંગળી જેવા પાકોને નુકસાન થવાની ચિંતા સતાવે છે. સ્થાનિક તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કર્યું છે અને પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી છે.

