Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Farmers in trouble due to severe shortage of urea fertilizer in Amreli, fear of impact on crop production

VIDEO: અમરેલીમાં યુરિયા ખાતરની ભારે અછતથી ખેડૂતો મુશ્કેલીમાં, પાક ઉત્પાદન પર અસર થવાની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાઈનો લગાવી રહ્યા છે, છતાં તેમને માત્ર 1થી 2 થેલી ખાતર મળતી હોવાનું સામે આવ્યું છે. 15થી 20 વિઘા જમીન ધરાવતા ખેડૂતોને પણ પૂરતું ખાતર ન મળતા ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની કામગીરી અટવાઈ ગઈ છે. ખાતરની અછતને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ખેતીના સીઝનમાં જ ખાતર ન મળતા પાક ઉત્પાદન પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store