VIDEO: લાઠી પંથકમાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો ત્રાહિમામ, પેટ્રોલપંપો પર લાગી લાંબી કતાર
સોર્સ : gstv
અમરેલીના લાઠી પંથકમાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે વહેલી સવારથી જ સ્થાનિક પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર લઈને પહોંચેલા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતો કલાકો સુધી રાહ જોયા બાદ જ્યારે પંપ પર પહોંચે છે, ત્યારે તેમને માત્ર એક હજાર રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે.
એક તરફ ખેડૂતો ખાતર મેળવવા લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે, તો બીજી તરફ ખેતીકામ માટે જરૂરી ડીઝલ માટે પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતા ખેડૂતોમાં તંત્ર અને સપ્લાય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીઝલની આ અછતને કારણે ખેતીકાર્યો ઠપ્પ થવાની ભીતિ સેવાઈ રહી છે.

