Amreli news: ભાજપના ઉપાધ્યક્ષનો પુત્ર વ્યાજખોરના ત્રાસથી ગુમ, થર્ટી ફર્સ્ટની રાત્રે ચીઠ્ઠી લખી થયો લાપતા

સોર્સ : GSTV
અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષનો પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો છે. જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા થર્ટી ફર્સ્ટની રાત્રે ચીઠ્ઠી લખી સાવરકુંડલાના ઘરેથી ગુમ થયો હતો. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી દીધી છે.
આઠ કરોડથી વધુ રૂપિયા વ્યાજખોરોને ચૂકવી દીધા હતા
ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો છે. રવિએ ધંધો કરવા માટે ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11.25 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતાં. આઠ કરોડથી વધુ રૂપિયા વ્યાજખોરોને ચૂકવી દીધા હતા. વ્યાજખોરોએ માત્ર 2.97 કરોડની સામે 15 કરોડની ઉઘરાણી કરી હતી. આથી વ્યાજખોરના ત્રાસથી રવિ ગુમ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી રવિની કોઇ જાણકારી ન મળતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

