VIDEO: બાબરા APMCમાં ભાજપ પ્રેરિત પેનલનો દબદબો
અમરેલીના બાબરા APMCની 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોએ 10 બેઠકો પર વિજય મેળવ્યો છે. ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારોએ જીતી, જ્યારે વેપારી વિભાગની 4માંથી 2 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો વિજેતા બન્યા. વેપારી વિભાગમાં બે અસંતુષ્ટ ઉમેદવારો અને એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બન્યા હોવાનું સામે આવ્યું છે. ખેડૂત વિભાગમાં જીવાજી રાઠોડ અને જયસુખ કલાકાણી સહિતના અસંતુષ્ટ ઉમેદવારો પણ જીત્યા છે. પરિણામ બાદ બાબરા APMC ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.બાબરા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10માંથી 8 અને વેપારી વિભાગની 4માંથી 2 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારોએ જીતી હતી. આમ, કુલ 14માંથી 10 બેઠકો પર વિજય મેળવી ભાજપ પ્રેરિત જૂથે બહુમતી મેળવી છે. જ્યારે ભાજપના અસંતુષ્ટ જૂથના 3 ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવાર પણ વિજેતા થયા છે.

