Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Bhupendrasinh Chudasama said BJP will not change candidate for Amreli Lok Sabha seat

ભાજપ અમરેલી બેઠકના ઉમેદવાર બદલશે કે નહીં? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મોટી સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ભાજપ અમરેલી બેઠકના ઉમેદવાર બદલશે કે નહીં? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મોટી સ્પષ્ટતા

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ક્યાંક ટિકિટને લઈને તો ક્યાંક ઉમેદવારને લઈને પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે. 

App Store

અમરેલી બેઠક પર ઉભા થયેલા વિવાદને લઈને ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને પક્ષે ભૂપેન્દ્ર ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. આ વિવાદને લઈને ભૂપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઈ રોષ નથી. ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે. 

ભરત સુતરીયા – ફાઈલ ફોટો

ઉમેદવાર બદલવાની માંગ

અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરીયાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમ્મર લડી રહ્યા છે ત્યારે ભરત સુતરિયા સામે આંતરિક વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે શનિવારે મોડી રાતે સુતરિયાને બદલવાની માંગણી કરનારા કાર્યકરો પર પક્ષના જ બીજા જૂથના કાર્યકરોએ હુમલો કર્યો હતો.

ભરત સુતરિયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા

અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં હતા. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના પોસ્ટર વોર જોવા મળી રહી છે. અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા હતાં.