VIDEO: બાબરા: તળાવમાં ઘેટાં ચરાવતા ૧૦ વર્ષીય બાળકનું ડૂબી જતાં મોત
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. સ્થાનિક તળાવમાં ઘેટાં-બકરાં ચરાવતા ભરત મેરામભાઈ ડૂબી જતાં તેનું મોત નીપજ્યું છે.ઘટના સમયે બાળક તળાવની નજીક ઢોર ચરાવતું હતું. અચાનક તે પાણીમાં ડૂબી ગયું. જાણ થતાં અમરેલી ફાયર વિભાગ અને બાબરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે સાડા ત્રણ કલાકની જહેમત બાદ તળાવમાંથી બાળકની નિર્જીવ કાયા બહાર કાઢી હતી.આ અકસ્માતથી પરિવારમાં તેમજ ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

