અમિત શાહ અમરેલીમાં, ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
સોર્સ : gstv
અમરેલીના લાઠીના દુઘાળા ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું આગમન થવાનું છે. અમિત શાહ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના નિવાસસ્થાન હેતની હવેલી ખાતે પહોંચશે. તેઓ ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે. અમિત શાહના આગમનને લઈને હેતની હવેલીને રોશનીથી શણગારવામાં આવી છે. કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

