VIDEO: અમરેલી: પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરના બેસણામાં નેતા વિપક્ષ તુષાર ચૌધરીએ હાજરી આપી સાંત્વના પાઠવી
સોર્સ : gstv
અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરના દુઃખદ અવસાન બાદ યોજાયેલા બેસણા પ્રસંગમાં ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શોકસંતપ્ત ઠુમ્મર પરિવારને રૂબરૂ મળીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને સાંત્વના પાઠવી હતી. વિરજી ઠુમ્મર સાથેના જૂના પારિવારિક સંબંધોને યાદ કરીને તુષાર ચૌધરીએ પરિવાર સાથે શોક વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શંકરસિંહ વાઘેલા, અમિત ચાવડા અને ઇસુદાન ગઢવી સહિતના અગ્રણી નેતાઓએ પણ હાજરી આપીને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

