Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli / Breakdown in Congress ahead of elections gujarati news

અમરેલી / ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, બગસરા શહેર પ્રમુખનું રાજીનામુ, ભાજપમાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2024
લાઇવ ટીવીGoogle News
અમરેલી / ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, બગસરા શહેર પ્રમુખનું રાજીનામુ, ભાજપમાં જોડાયા

અમરેલી: લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપી દીધું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ રાજીનામા આપ્યા છે.

App Store

દરમિયાન ભાજપના ભરતી મેળામાં ધારાસભ્ય જે.વી.કાકડીયાની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કેસરીયો ધારણ કર્યો છે. પ્રમુખ સાથે કોંગ્રેસના કારોબારી સભ્યોએ પણ કેસરીયા કર્યા છે.

રામમંદિરમાં કોંગ્રેસે આમંત્રણ ના સ્વીકારતા બગસરા કોંગ્રેસમાં નારાજગી હોવાનું કારણ જણાવાયુ છે. લોકસભાની ચૂંટણી સમયે બાબરા બાદ બગસરા કોંગ્રેસમાં પણ ગાબડું પડ્યું છે.