Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : A motor cycle rider died on the Amreli-Lathi road

અમરેલી-લાઠી રોડ પર ગાય આડે આવતાં મોટર સાયકલ સવારનું મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2024
લાઇવ ટીવીGoogle News
અમરેલી-લાઠી રોડ પર ગાય આડે આવતાં મોટર સાયકલ સવારનું મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

અમરેલી-લાઠી રોડ પર ગાય આડે આવતા મોટર સાયકલ સવારનું મોત નિપજ્યું છે. યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

App Store

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી-લાઠી રોડ એક યુવક ટુ-વ્હિલર લઈને જઈ રહ્યો હતો. ત્યારે આ દરમિયાન અચાનક એક ગાય આડે આવી ગઈ હતી. પરિણામે ટુ-વ્હિલર ચાલક નીચે પટકાયો હતો. જેને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. જોકે, ગાયનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. 

ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં રખડતા પશુની સમસ્યા હલ થવાનું નામ લેતી નથી. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. થોડા દિવસો પહેલા નાગેશ્રી નજીક કાર અને ગાયો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રણ ગાયના મોત થયા હતા.