અમરેલી ભાજપમાં ઉકળતો ચરુ: પક્ષના કાર્યકર્તાઓના બે જૂથો આવ્યા સામ સામે અને થઈ મારામારી, બે શખ્સો સિવિલમાં દાખલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા પછી રાજ્યની ઘણી બેઠકો પર આંતરીક જૂથ વાદ સામે આવ્યો છે. ઘણા નેતાઓનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. શું ગુજરાત ભાજપમાં બધું ઠીક ઠાક છે? અમરેલી ભાજપમાં જુથવાદ સામે આવ્યો છે. અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા. અમરેલી ભાજપમાં ઉકળતો ચરુને ઠારવા અને ડેમેજ કંટ્રોલ કરવા પક્ષના નેતાઓએ કમરકસી છે.
બન્ને જુથ વચ્ચે માથાકૂટ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમા ભાજપના કાર્યકરોના ટોળા હોસ્પિટલમા ઉમટયા
મળતા અહેવાલ પ્રમાણે ભાજપના સાંસદ નારણ કાછડીયા જુથ અને અમરેલીના ઘારાસભ્ય કૌશિક વેકરીયા સમર્થકો વચ્ચે માથાકૂટ થયાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ તપાસ બાદ જ ઘટના શું થઈ હતી તે સામે આવશે. આ બન્ને જુથ વચ્ચે માથાકૂટ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ભાજપના કાર્યકરોના ટોળા હોસ્પિટલમાં ઉમટયા હતા. કલસ્ટર પ્રભારી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા સમક્ષ નવા ઉમેદવારને રજુ કરવા અને ભરત સુતરીયાને બદલવાની માંગ કરતા બે જુથો વચ્ચે બબાલ થઈ હતી.
અમરેલી પોલીસનો કાફલો પણ પહોંચ્યો હોસ્પિટલ
ઉલ્લેખનીય છે કે મારા મારીની ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂ કરનાર હિરેન વીરડિયા અને તેના મિત્ર પર હુલો થયો હોવાની માહિતી સામે આવી હતી.બન્નેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

