Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Youth injured in fight over firecracker dies, police add murder charge

Ahmedabad news: ફટાકડા ફોડવા મુદ્દે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત, પોલીસ હત્યાની કલમ ઉમેરી

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ફટાકડા ફોડવા મુદ્દે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત, પોલીસ હત્યાની કલમ ઉમેરી
સોર્સ : GSTV

અમદાવાદના પાલડી વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. પાલડી પોલીસે હત્યાનાં પ્રયાસ અને રાયોટીંગના ગુના સાથે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

App Store

દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈને 22 ઓકટોબરના રોજ સવારના 5 વાગ્યા આસપાસ ફટાકડા ફોડવા બાબતે ફરિયાદીની ઉપરની દુકાનના માલીક અર્જુનસિંહ, નરેન્દ્રસિંહ રાજપુરોહીત તથા તેના સાગરીતોએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળા ગાળી કરી હતી. ફરિયાદી અને તેમના માસીના દિકરા રોનક પ્રજાપતિને લોખંડની પાઇપ તથા લાકડાના દંડા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોચાડી હતી.

પાલડી પોલીસે હત્યાની કલમ ઉમેરી 

 પાલડી પોલીસે હત્યાનાં પ્રયાસ અને રાયોટીંગનો ગુનો દાખલ કરી મુખ્ય આરોપી અર્જુનસિંહ રાજપુત સહિત કુલ 11 આરોપીની ધરપકડ કરી હતી, આ તમામ આરોપી રાજસ્થાનના રહેવાસી છે, તેવામાં સારવાર દરમિયાન રોનક પ્રજાપતિ નામનાં યુવકનું મોત થતા પાલડી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.