VIDEO: ગોમતીપુરમાં 3 કિલોથી વધુ ગાંજા સાથે યુવક ઝડપાયો
સોર્સ : gstv
અમદાવાદના ગોમતીપુરમાંથી પોલીસે 3 કિલોથી વધુ ગાંજા સાથે ફરદીન સૈયદ નામના યુવકની ધરપકડ કરી છે. ચતુરસિંગ ચાર રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની બર્ગમેન ગાડી રોકી તપાસ કરતા ડેકીમાંથી અંદાજે દોઢ લાખ રૂપિયાની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પ્રાથમિક પૂછપરછમાં ફરદીન સૈયદે ગોમતીપુરના મદની મોહલ્લામાં રહેતા ફકરુદ્દીન ઉર્ફે ટકલા પાસેથી ગાંજો ખરીદ્યો હોવાની કબૂલાત કરી છે. આરોપી પોતે ગાંજાનું વેચાણ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

