Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Woman who missed flight got saved in Ahmedabad Plane Crash

VIDEO / અમદાવાદના ટ્રાફિકને કારણે બચ્યો જીવ! 10 મિનિટ મોડું થતા ચૂકાઈ ગયું હતું પ્લેન

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / અમદાવાદના ટ્રાફિકને કારણે બચ્યો જીવ! 10 મિનિટ મોડું થતા ચૂકાઈ ગયું હતું પ્લેન

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બન્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન મનાવ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171માં લંડન પરત ફરવાના હતા. પરંતુ અંકલેશ્વરથી પરત ફરતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફ્લાઈટ ચૂકી ગયા અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો. ફ્લાઈટ ચૂકી જતા તેમણે બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો કર્યો હતો. પરંતુ આ પછી તેઓ અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા ત્યારે ક્રેશની વાત જાણી પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી હતી.

App Store

ભૂમિ ચૌહાણે કહ્યું, "અમે ચેક-ઈન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા,તેથી તેમણે મને ન જવા દીધી. મે તેમને ઘણી વિનતી કરી . પરંતુ તેમણે કહ્યું કે આનાથી ફ્લાઈટ વધુ મોડી થશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકને કારણે હું મોડી પહોંચી. જ્યારે મને ખબર પડી કે ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ છે, ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગઈ. હું માતાજીનો આભાર માનું છું કે હું સુરક્ષિત છું, પરંતુ આ ઘટના અત્યંત ભયાનક છે." ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-લંડનમાં પ્લેન ક્રેશથી ઘણા લોકોના મૃત્યુ થયા છે. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહીત 242 લોકો હતા. જેમાંથી એક જ શખ્સ જીવતો બચ્યો છે.