VIDEO: વિરમગામમાં પાણી જોવા ગયેલા યુવકને બચાવવા જતા ટ્રેક્ટર તણાયું
સોર્સ : gstv
વિરમગામ-હાંસલપુર રોડ પર ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી જોવા ગયેલા યુવકને બચાવવા જતા ટ્રેક્ટર તણાયું છે... ભારે પાણીમાં યુવક તણાઈ રહ્યો હોવાનું જોવા મળતા ટ્રેકટર ચાલકે પોતાના જીવની ચિંતા કર્યા વિના મદદ માટે ટ્રેકટર સાથે પહોંચ્યો હતો..તે દરમિયાન ટ્રેક્ટર પણ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયું હતું. તંત્ર દ્વારા વારંવાર નાગરિકોને વરસાદી પાણી અને જોખમી વિસ્તારોથી દૂર રહેવાની કડક ચેતવણી આપવામાં આવે છે, છતાં લોકો જીવનું જોખમ ખેડીને આવા સ્થળોએ પહોંચી જતા હોય છે અને જીવનો જાખમનો ભય રહે છે.

