Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Waterlogged Sanidhya Society in Dholka, residents angry

VIDEO: ધોળકામાં સાનિધ્ય સોસાયટીમાં પાણી ભરાયેલા, રહીશોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારમાં આવેલી સાનિધ્ય સોસાયટી છેલ્લા ઘણા દિવસોથી પાણીમાં ગરકાવ હોવાથી 140 જેટલા ઘરના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે, જ્યારે ગટરના પાણીની દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા કાઉન્સિલરો અને આ જ વોર્ડના નગરપાલિકા પ્રમુખ પણ તેમની સ્થિતિ જોવા આવ્યા નથી. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને રોજિંદું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સોસાયટીના રહીશોએ તાત્કાલિક પાણીનો નિકાલ, યોગ્ય સફાઈ અને કાયમી ઉકેલ લાવી તેમને હાલાકીમાંથી મુક્તિ અપાવવાની માંગ ઉઠાવી છે.

App Store