અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની જમીન પર બનાવી દેવાઈ મસ્જિદ, વકફ કમિટીનો દાવો પડ્યો ઉલટો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની જમીન પર વકફ કમિટીએ મસ્જિદ બનાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. આ અંગે અમદાવાદ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે નિવેદન આપતા કહ્યું છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વકફ કમિટીનો દાવો ઉલટો પડ્યો
વકફ કમિટીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માલિકીની 31 જગ્યાઓ પર દાવો કર્યો હતો, કે આ 31 દાવાઓ પૈકી એક પણ જગ્યાએ વક્ફ બોર્ડે કબ્જો કર્યો નથી, જે અંગે વક્ફ ટ્રીબ્યુનલમાં પ્રક્રિયા ચાલી હતી. આ પ્રક્રિયા દરમિયાન વિગતો સામે આવી છે કે 31 જગ્યાઓના દાવા પૈકી એક દાવામાં આ જમીન અમદાવાદ કોર્પોરેશનની જ હોવાનું સાબિત થયું છે.
બીબીજી મસ્જિદની જગ્યાએ પહેલા મિલ હતી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના 31 દાવા પૈકી 55/2019 દાવામાં કોર્પોરેશનની 4618 ચોરસવાર જમીન ઉપર મસ્જિદ ઉભી કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. રાજપુરમાં કોર્પોરેશનની માલિકીની જગ્યા પર બીબીજી મસ્જિદ બનાવી દેવાઈ છે. આ જગ્યા પર પહેલા મિલ હતી અને 2007 બાદ આ જગ્યા પર મસ્જિદ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ મસ્જિદવાળી જગ્યા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તગત કરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

