VIDEO : "જો હું તમને લાફો મારીને માફી માંગુ તો ચાલે?", અસારવામાં કોંગ્રેસ નેતાઓને મતદારે કર્યો તીખો સવાલ
સોર્સ : GSTV
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસના નેતાઓને ભારે ઓછપનો અનુભવ થયો છે. એક સોસાયટીમાં યોજાયેલી સભા દરમિયાન સ્થાનિક મતદારોએ નેતાઓને સવાલોના કઠેડામાં ઊભા રાખ્યા હતા. મતદારોએ આક્રમક રીતે પૂછ્યું હતું કે, "તમે વર્ષોથી ગુજરાતમાં પ્રચાર કરો છો, તો તમારા રાષ્ટ્રીય નેતા મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ વિશે આવું કેમ બોલ્યા?"જ્યારે કોંગ્રેસના નેતાએ બચાવ કરતા કહ્યું કે "તેમણે માફી માંગી લીધી છે", ત્યારે એક જાગૃત મતદારે તીખો વળતો સવાલ કર્યો કે, "જો હું તમને લાફો મારીને માફી માંગુ તો ચાલે?" મતદારોના આ આકરા મિજાજ સામે નેતાઓ નિરુત્તર થઈ ગયા હતા.

