Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Zero admission in 28 Hindi schools in Ahmedabad

VIDEO:અમદાવાદની ૨૮ હિન્દી શાળાઓમાં શૂન્ય પ્રવેશ

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના પૂર્વ વિસ્તાર અને ઘાટલોડિયાની ૨૮ હિન્દી માધ્યમની શાળાઓમાં ચાલુ વર્ષે એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. શિશુ હિન્દી હાઈસ્કૂલ, માતા પાર્વતી સ્કૂલ, નવ સંસ્કાર અને માલવિયા શાળા જેવી મુખ્ય સંસ્થાઓ ખાલી રહી છે.શાળા સંચાલકોના જણાવ્યા મુજબ, પરપ્રાંતિય શ્રમિક પરિવારોના બાળકોના આવકના દાખલા અને આધારકાર્ડમાં અન્ય રાજ્યોના સરનામા હોવાથી RTE કે સામાન્ય એડમિશન પ્રક્રિયામાં મોટી તકલીફ પડે છે. દસ્તાવેજોના આ કડક નિયમોના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે. જો સરકાર આ નિયમોમાં યોગ્ય છૂટછાટ અને વ્યવસ્થા કરી આપે, તો હિન્દી માધ્યમની શાળાઓને પૂરતા વિદ્યાર્થીઓ મળી રહે તેમ છે.

App Store