Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Why did water disappear from Sabarmati River, read... Here is the true fact

VIDEO: સાબરમતી નદીમાંથી કેમ ગાયબ થયું પાણી, વાંચો...આ રહી સાચી હકીકત

Timeછેલ્લું અપડેટ : 13 May 2025
લાઇવ ટીવીGoogle News

Ahmedabad news:  અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી આમ તો અમદાવાદની વિશેષ ઓળખ છે, પરંતુ તેમાં ઠલવાતી ગંદકીને લીધે નદીની સ્થિતિ એવી તો થઈ છે કે પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો નંબર અગ્રીમ હરોળમાં આવે છે. ફરીથી સાબરમતી નદીને સાફ થવાની વાત થઈ રહી છે

App Store

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદની સાબરમતી નદીમાં ગંદકી અને કચરો હોવાથી તેની સફાઈ કરવાને લઈને ઘણા પ્રયાસો થયા છે છતાં  એક તરફ વાસાણા બૅરેજ સાફ કરવા માટે તંત્રે સાબરમતી નદીને ખાલી કરી છે.સાફ-સફાઈ એકબાજું થઈ રહી છે ત્યારે બીજી બાજું ગાંધી આશ્રમ પાસે ગટરના પાણી સાબરમતી નદીમાં છોડાતા હોવાના વીડિયો પણ સામે આવ્યો છે. સાબરમતી નદીમાં કચરો તો સાફ કરશો પણ ગંદું પાણી આવતું ક્યારે અટકાવશો ? આ તંત્રને સવાલ છે. AMC કરોડો રૂપિયા સાબરમતી નદીને સાફ સફાઈ પાછળ ખર્ચે છે છતાં ગંદું પાણી ઠલવાતા નદી આખરે દૂષિતને દૂષિત જ રહી જતી હોય છે. જેથી તંત્રએ ગંદું પાણી નદીમાં છોડવાના બદલે બીજો વિકલ્પ તૈયાર કરવો જોઈએ.