VIDEO: અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી, ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાબકી
સોર્સ : GSTV
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બોપલ વિસ્તારમાં આવેલા રશ્મિ નામના એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે અચાનક ભૂવો પડતાં આફત જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનાના કારણે બાજુમાં આવેલી સરસ્વતી હોસ્પિટલની દીવાલ ધરાશાયી થઈ ગઈ, અને ત્રણ વાહનો જમીનમાં ખાબકી ગયા.સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટના બાદ ફાયરની એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, તેમજ લાકરોડા વિયરમાંથી 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.

