VIDEO: અમદાવાદના શાહપુરમાં 1776માં નિર્મિત ઐતિહાસિક રામજી મંદિરનો આશરે 250 વર્ષ બાદ જીર્ણોદ્ધાર કરાયો
સોર્સ : gstv
અમદાવાદના શાહપુરમાં વર્ષ 1776માં નિર્મિત ઐતિહાસિક રામજી મંદિરનો આશરે 250 વર્ષ બાદ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ હેરિટેજ મંદિરના મૂળ સ્થાપત્યમાં કોઈ ફેરફાર કર્યા વિના રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આગામી 30 એપ્રિલ અને 1 મે ના રોજ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના જગતગુરુ સ્વામી સદાનંદજી મહારાજ અને સાંસદ નરહરિ અમીન સહિતના મહાનુભાવો હાજર રહેશે. બે દિવસીય ઉત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

