VIDEO: અમદાવાદમાં વિશ્વાસઘાત અને કરોડોની ચોરીની ચોંકાવનારી ઘટના, જ્વેલર્સના માલિક ઘરે જમવા ગયા અને સેલ્સ ગર્લે કર્યો હાથ સાફ
સોર્સ : gstv
અમદાવાદના નિકોલમાં વિશ્વાસઘાત અને કરોડોની ચોરીની ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્વેલર્સના માલિક ઘરે જમવા ગયા હતા, ત્યારે ત્યાં કામ કરતી સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ તકનો લાભ ઉઠાવી ચોરી કરીને વિશ્વાસઘાત કર્યો. શો-રૂમના કબાટમાંથી સોનાની ચેન, મંગળસૂત્ર અને વીંટીઓ સહિત કુલ એક કરોડ 66 લાખના દાગીના ચોરી લીધા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તે યુનિફોર્મમાં જ દાગીના છુપાવતી જોવા મળી રહી છે. દાગીના ચોરી કર્યા બાદ તે માલિકે રજા આપી છે તેમ કહી બિન્દાસ્ત બહાર નીકળી ગઈ હતી. જ્યારે માલિકે પરત આવી સ્ટોક ચેક કર્યો. તેમજ સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હાલ નિકોલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે.

