VIDEO/ મકરબા વિસ્તારમાં વેપારીના બંગલામાં 31 લાખની ચોરી
સોર્સ : GSTV
અમદાવાદના મકરબા વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. સાકેત-02 બંગલોઝ ખાતે નિવૃત્ત વેપારીના બંગલાને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે 31.40 લાખ રૂપિયાની ઘરફોડ કરી હતી. ચોરોએ બંગલાના પાછળના ભાગે બાથરૂમની બારી તોડી અંદર પ્રવેશ કર્યો અને પરિવાર ઊંઘતો રહ્યો ત્યારે નીચેના માળેથી 8 લાખ રોકડ, ત્રણ હજાર યુએસ ડોલર તેમજ અડધો કિલોથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. વેપારી સૌરભભાઈ અને તેમનો પરિવાર ઉપરના માળે સૂતો હતો. ઘટનાની જાણ બાદ સરખેજ પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

