Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Rain forecast for next 7 days in Gujarat, warning of strong winds along the coast

VIDEO: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, દરિયા કાંઠે ભારે પવન ફુંકાવાની ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO:  ચોમાસાની સિઝન હજી પૂર્ણ થઈ નથી. ભાદરવાને હજી ગણતરીના દિવસો ગયા છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતા 7 દિવસ વરસાદ થવાની વકી છે. આટલું ઓછું હોય તેમ દરિયા કિનારે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડના ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 5 વરસાદ ઘમરોળશે. આજે મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

App Store

ગુજરાતમાં ચોમાસાના હજી રાઉન્ડ બાકી હોય તેમ રાજ્યમાં સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન ઉદભવ્યું છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ સક્રિય થતા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેથી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

માછીમારોને 5 દિવસ દરિયામાં ન જવાની સૂચના

દરિયા કિનારે પણ ભારે પવન ફુંકાવાની શક્યતાને ધ્યાને લેતા હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. આ સિવાય આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી જાહેર કરી છે.