Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Preparations in full swing for hosting the 2030 Commonwealth Games in Ahmedabad

VIDEO: અમદાવાદમાં વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરૂ

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે  ત્યારે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદના નારણપુરામાં આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી તેને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવાનો છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી રહેલા અધિકારીઓએ સંકુલના વિવિધ વિભાગો અને ક્ષમતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કોમનવેલ્થ ગેમ્સ જેવા પ્રતિષ્ઠિત વૈશ્વિક આયોજનની યજમાની માટે અમદાવાદને સજ્જ કરવાના ભાગરૂપે આ નિરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

App Store